સીધી સાદી ભોલી ભાલી મારા જીવનમાં આવી તું,
વિખરેયેલું બધું સમેટાય ગયું,
આ દિલ ફરી વલોવાય ગયું,

એટલી સરળતાથી નસે નસ માં ઉતરી ગઈ તું,
જાણે વ્યક્તિ નહિ હિમોગ્લોબીન છે તું,

તારા હોવાનો અહેસાસ મને પ્રફુલ્લિત કરી જાય છે,
આવે જો તારી યાદ તો શરીર આળસ મરડી જાય છે,

તારી આદત એવી ચઢી છે કે ખુદને હું હવે ભૂલ્યો છું,
બધા સામે શરમાવ છું, પણ તારી સામે હું ખુલ્યો છું,

મન થાય તો તું પણ આવી જજે ખોલ્યા છે દિલમાં દ્વાર મેં,
પેલો વાર આંસુને રોકી તુજ કાજ આંખો ના ખોલ્યા છે દ્વાર મેં,

એ વળી કેવો અવાજ જે બિન બોલે મને સંભળાય છે,
આંખો જો બંધ કરું તો માત્ર તારો ચહેરો જ દેખાય છે,

કોની આવી કારીગરી કોણ ધરાવે આવું રૂપ,
મારા કાજે મોકલી એને બનાવી સુંદર સ્વરૂપ,

ન જાણે આ વળી કેવો કેફ મને ચઢ્યો છે,
તને મળ્યા બાદ પછી આ કૈફી ખુદને મળ્યો છે

- કૈફી માણસ

Please Follow On Instagram - kaifi_manas_kavi_poet

Gujarati Poem by Nikhil Chauhan : 111800936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now