બોલે પુસ્તક

વણબોલ્યે પણ,
બોલે પુસ્તક.
રાજ ભીતરનું,
ખોલે પુસ્તક.
ભાત ભાતના,
રંગ બે રંગી;
પાને પાને,
ડોલે પુસ્તક.
મોબાઈલના આ,
વાઇબ્રન્ટ યુગમાં;
પ્રેમ અમીરસ,
ઘોળે પુસ્તક.
માંય પડ્યું છે,
જીવન આખું.
છતાં કોઈ ના,
ખોલે પુસ્તક.

✍️જીતેન્દ્ર પરમાર "રોશન"

Gujarati Poem by Jitendrabhai : 111800859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now