ક્યારેક થાકી જાઉં છું તો ,ક્યારેક હારી જાઉં છુ.
ક્યારેક જાણી લઉં છું જીવવાની રીતો,
તો ક્યારેક માણી લઉં છું થોડીક જિંદગી.
ક્યારેક આપી દઉં છું કોઈને સાથ,

તો ક્યારેક અલગ કરી દઉં છું મારી જાત.
ક્યારેક હસી લઉં છું મન ભરીને,
તો ક્યારેક ખૂણામાં રડી લઉં છું ડૂસકે ડૂસકે.
ક્યારેક ઘણા લોકોથી ઘેરાઇ જાઉં છું.
તો ક્યારેક એકલતામાં જ ઘૂંટાઈને મરી જાઉં છું.
ક્યારેક દિલ ખોલીને પ્રેમ કરી લઉં છું તો ક્યારેક ખોબા જેટલા પ્રેમ માટે પણ તરસી જાઉં છું .
ક્યારેક મળેલી જિંદગીને ભરપૂર જીવી લઉં છું,
તો ક્યારેક જિંદગીના છેલ્લા શ્વાસ માટે તરસી જાવ છું.

-Rekha Detroja

Gujarati Whatsapp-Status by Rekha Detroja : 111799618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now