"સાચો મિત્ર"

મમ્મી, મને એક વાત સમજાતી નથી?

બોલ બેટા,કઈ?

મમ્મી, આ Friend, દોસ્ત અને મિત્ર વિશે.. આનો અર્થ તો એક જ છે ને!

જો બેટા, સોશિયલ મીડિયા પર આપણા Friends હોય છે.

હા, મમ્મી મારા તો ઘણા ફ્રેન્ડ છે. એ સિવાય પણ મારા કોલેજના ઘણા ફ્રેન્ડ છે.

હા બેટા..પણ તારે friends છે. મારે દોસ્ત અને મિત્ર છે..

ને પપ્પા?

જો બેટા , પપ્પા પાસે સાચા મિત્ર છે. કટોકટી વખતે એમના સાચા મિત્ર એજ આપણને મદદ કરી હતી. સુખદુઃખ પ્રસંગે ખડે પગે રહે છે.

એતો બરાબર મમ્મી.પણ હજુ મને ખબર પડી નહીં.

બેટા, જીવનમાં એક સાચો મિત્ર બનાવજે પછી ખબર પડશે. અનુભવથી જ ખબર પડે છે કે સાચો મિત્ર કોણ હોઈ શકે?
- કૌશિક દવે

Gujarati Motivational by Kaushik Dave : 111795348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now