*નાના હતા અને ઉનાળા નું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા , ભરબપોરે પત્તા , સાંજે ક્રિકેટ ,* *સતોડીયું ( સંતાકૂકડી ) અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો ,*
*રાત પડે એટલે*
*ફરી રમતો ચાલુ ને ચાલુ ...*
*પંદર વીસ જણાના ટોળે ટોળા ...*
*ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ ...*
*વચ્ચે 20 - 25 દિવસ મામા ,*
*માસી , કાકા , ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ ...*
*બપોરે એકબાજુ ઘરે ઘઉં સાફ થતા હોય અને*
*સાંજ પડે ખડકીમાં મરચું ખંડાતું હોય...*
*ત્યારે તો AC શું એ પણ ખબર નહોતી... અને*
*રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસી માં ઠંડી પવનની લહેરો વચ્ચે*
*બ્રહ્માંડના તારાઓ ને જોઈને એકદમ આશ્ચર્ય પામતા પામતા સુઈ જવાનું કે આ સામે આકાશમાં દેખાય છે એ ખરેખર છે શું ...*
*આ તારા ઓ આપણી ઉપર પડતા કેમ નથી ...*
*આ ચંદ્ર આટલું બધું અજવાળું કેવી રીતે આપતો હશે ...*
*આ બધાના વૈજ્ઞાનિક કારણો ગમે તે હશે પણ એ વખત કલ્પનાઓ કરવાની બહુ મજા આવતી ....*

*નાનપણની ખરી મજા ઉનાળા એ જ આપી છે ...*
*એ પછી કેરીઓ ખાવાની હોય કે રમવાની હોય ...*
*અત્યારે નૌકરી , ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે*
*પણ એ વખતે તો*
*આ ઉનાળો જ સૌથી પ્રિય લાગતો કારણકે જીંદગી ની સૌથી અમૂલ્ય ક્ષણો જ એમાં કોતરાયેલી હતી ....*

*મોટા થયા ત્યારે નોટો ગણ ગણ કરીએ છીએ*

*અને*

*નાના હતા ત્યારે હવે સ્કૂલ ખુલવામાં કેટલા દિવસ બાકી બસ એની જ ગણતરીઓ થતી હતી ....*

*કાશ આ પૈસાની થોકડીઓ એ નાનપણ પાછું લાવી આપતું હોત ...*.

*શરીર પર ગમે એટલા ઘા લાગતા તો રુઝ આવી જતી હતી પણ*

*એ ઉંમરે દિલ પર ઘા લાગતા જ ના હતા ....*

*લુચ્ચાઈ શેને ( કોને ) કહેવાય*

*એ ખબર જ ના હતી માણસોનું બીજું સ્વરૂપ જોયેલું જ ના હતું ...*.

*દુનિયા એકદમ નાની પણ એકદમ સુંદર અને ભવ્ય હતી....*

*😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘*

*● દફતર લઈને દોડવું...*
*● તૂટેલી ચપ્પલ નું જોડવું...*
*● નાશ્તા ના ડબ્બાઓ...*
*● શર્ટ પર શાહીના ધબ્બાઓ..*
*● ખોબે ખોબે પીવાતું પાણી...*
*● રીસેસ ની વિશેષ ઉજાણી...*
*● બેફામ રમાતા પકડ દાવ...*
*● ઘૂંટણ એ પડતા આછા ઘાવ...*
*● બાયોં થી લુંછાતા ચેહરા...*
*● શેરીઓમાં અસંખ્ય ફેરાં...*
*● ઉતરાણ ની રાત જાગી...*
*● પકડાયેલા પતંગ ની ભાગી...*
*● ભાડાં ની સાયકલ નાં ફેરાં...*
*● મહોલ્લાના ઓટલા પર ડેરા...*
*● ગીલ્લી ડંડા નો એ ખેલ...*
*● ચાર ઠીકડી ને આટા પાટા...*
*● લાઈટના થાંભલા ગામગપાટા...*
*● વરસાદે ભરપૂર પલળવું...*
*● ખુલ્લા પગે રખડવું...*
*● બોર આમલી નાં ચટાકા...*
*● પીઠ પર માસ્તર ના ફટાકા...*
*● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...*
*● નાં ટ્યુશન નાં ટેન્શન...*

*વાત સાચી લાગી કે નહિ મિત્રો...*
*બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઈ માં...*

*કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!*
*જીવન ઘટમાળ નો માળો બનાવવામાં એવા મશગુલ થઈ ગયા કે ઉડવા માટે પાંખો છે એજ ભૂલી ગયા..!!*

Gujarati Motivational by Kalpesh Patel : 111793285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now