સોચને વાલી બાત!
**************
આજનાં યુગનો ચર્ચાનો કરન્ટ ટોપિક.."પોતાનાઓ માટે જીવવું કે પોતાને માટે જીવવું?" અજબ ગડમથલ કરાવતો પ્રશ્ન!પણ બન્ને રીતે જ જીવવું જરાય અઘરું નથી. પોતાનાઓ અને પોતાની સાથેની એડજસ્ટમેન્ટ અને એનું વિચારસરણી સાથે સાંકળવું અઘરું પડે છે એટલે પ્રૉબ્લેમ્સ ત્યાં ઉભા થાય છે.જે હું વિચારું એ જ બધાં અનુસરે એ અશક્ય હોય છે,એટલે ઘર્ષણ સ્વાભાવિક છે.સૌ જાણે જ છે પરંતું સ્વીકાર કરી ઘર્ષણ રોકવાનાં પ્રયત્નો આડે નાનકડો ઈગો નડે છે.પોતાનાંને સાચવવા આમ તો બહુ અઘરું નથી જ હોતું પણ આ નાનકડાં ઈગોરૂપી જીવડાંને બાજુએ કરવું પડે તો સૌ આપણને પણ પોતાને માટેનો ટાઈમ આપવા મદદરૂપ થશે જ.

હવે બીજો પોઇન્ટ હંમેશા ડિસ્કસ થતો હોય છે કે, ઘરમાંથી અને ઘરનાં લોકોમાંથી ઉંચું જ નથી અવાતું તો કઈ રીતે પોતાને માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો?! એ બાબતે હમણાં થોડાં સમય પહેલાં જ એક ફ્રેન્ડ સાથે વાત થઈ.મેં કહ્યું કે,સવારમાં ઉઠીને પહેલાં મશીની જવાબદારીઓ મશીનની જેમ પૂરી કરી નાંખવાની પણ આપણે રૉબો નહિ માનવી છીએ એટલે અમુક અંશે લાગણીઓ સાથે જ કામ પૂરું કરવું.એ બધું થયાં પછી શરૂ થાય પોતાનો ટાઈમ"Me time" યસ,રોજ જ મેળવી શકાય,પોતાને ગમતી પ્રવૃત્તિ કરી જ શકાય એ જે થોડો ઘણો ટાઈમ નીકળે છે એમાં જીવેલું પોતાનાં માટે જીવ્યું જ કહેવાય ને?! એ પછી આપણી વિચારસરણી પર નિર્ભર હોય છે."સ્વ કેન્દ્રી" બનવું ઠીક છે પણ "સ્વ" સાથે જોડાયેલા "સૌ"ને સાચવવા પણ ખૂબ જરૂરી છે નહિ તો,સ્વર્ગસ્થ થઈ જઈએ ત્યાં સુધી "સ્વ" માં જ રહી જવાય!
"જબ ભી સોચો અચ્છા સોચો,જીતના સોચો અચ્છા સોચો" "ઇફ યુ થિંક પોઝિટિવ સો યુ બી પોઝિટિવ"જીવનકાળ અને જીવન્તકાળનો ફરક સમજવો જરૂરી છે.પોતાનાઓ વચ્ચે જીવવું અને ક્વોલિટી ટાઈમ ફાળવવો બહુ જ જરૂરી હોય છે.પોતાનાઓ સાથે રહેતાં પણ ચોવીસ કલાકમાં એક કલાક તો આરામથી આપણે પોતાને ફક્ત પોતાને જ માટે ચોક્કસ કાઢી શકીએ (અમુક દિવસો છોડીને).
ત્રીજો પોઇન્ટ પણ જબરો છે,ફ્રી હોવું અને ફ્રી ન હોવું બન્ને સમસ્યાઓથી સ્ત્રીઓ બોર થતી હોય છે!આને શું કહેવાય?મનની આડાઈ જ ને?!વધુ પડતી નવરાશ ન જ જીવાય એ દરમિયાન મગજ સત્તર નેગેટિવિટી ઉભી કરતું હોય છે.એનાંથી બચવા એ દરમિયાન પોતાને ગમતી પ્રવૃત્તિ (જે ઘરની શાંતિને ન ડહોળે) કરી જ શકાય. ઘરનાં લોકોનું વિચારવું એ આપણાં વિચારોની પરતંત્રતા જરાય નથી.પોતાનાઓની ખુશીઓથી,સુખ-સગવડતાઓ થી આપણને ખુશી અને શાંતિ બન્ને મળે છે.થિંક અબાઉટ ઇટ.
કુંતલ ભટ્ટ

Gujarati Thought by Kuntal Bhatt : 111790009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now