હૈયાના રણમાં ગાળું એક મીઠી વિરડી,
પણ વનરાજી મૂકીને વગડે તને ફાવશે?
દામન ભરી દઇશ તારું બધી ખુશીઓથી,
પણ બર્થડે તારો યાદ નહીં રહે તો તને ફાવશે?
મેઘધનુષથી રંગીશ તારા સપનાઓના આકાશને,
પણ કામમાં તારો કોલ નહીં ઉપડે તો ફાવશે?
પાંખ બનીશ તારી ઇચ્છાઓની ઉડાન ભરવા,
પણ સમયજોગ ઇચ્છાઓને દબાવતા ફાવશે?
મેઘમંડળમાં પહોંચાડીશ તારા માનને,
કઠીન કાળે અપમાનના ઘૂંટડા પીવા ફાવશે?
હા... રંગાયું કમળ "અનોખીપ્રિત"ના નવા રંગે,
હ્રદયની લિપ્સાઓ આગોશમાં તને માંગે...
પણ "કમલ" સંગે કાદવમાં,શું તને ફાવશે???

Gujarati Romance by Kamlesh : 111783927
Kamlesh 1 year ago

ધન્યવાદ રેખાજી...

Hetal 2 years ago

વાચવી એટલી વાર ગમે😂😂🥰

Kamlesh 2 years ago

ધન્યવાદ હેતલજી...!!!

Sapna95 2 years ago

કૈંક કારણ થઈ તારા થી અળગી પણ થઈશ તને પાછું સાથે રેવું ફાવશે

Kamlesh 2 years ago

ધન્યવાદ અનુરાગજી 💕💕💕

Kamlesh 2 years ago

ધન્યવાદ સોનલજી 💕💕💕

Sonalpatadia Soni 2 years ago

સવાલોની છડી માં માંગણીઓની કડી સરસ શબ્દો દ્વારા ગૂંથી..વાહ..

Kamlesh 2 years ago

ધન્યવાદ ફાલ્ગુનીજી 💕💕

Falguni Dost 2 years ago

✍🏻👌🏻👌🏻👌🏻

Kamlesh 2 years ago

ધન્યવાદ શેખરભાઇ 💕💕

shekhar kharadi Idriya 2 years ago

वाह क्या बात है बहुत खूब भाई....

Kamlesh 2 years ago

ધન્યવાદ કામિનીજી...💕💕

Kamlesh 2 years ago

ધન્યવાદ શેફાલીજી...💕💕💕

Kamlesh 2 years ago

ધન્યવાદ જીજી...💕💕

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now