મા મારી તું ક્યાં જતી રહી....?


'બેટા' કહીને મને પોકારનાર ચાલી ગઈ,
પાલવનાં કોરે મોઢું લૂછનાર લુપાઈ ગઈ,
માથે વ્હાલથી હાથ ફેરવનાર છૂપી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

ભૂલો પર ઠપકો આપનાર લુપ્ત થઈ ગઈ,
સફળતા પર ગર્વ કરનાર ગાયબ થઈ ગઈ,
સદાય સાચી દિશાને દેખાડનાર દોડી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી.....?

અખૂટ હેતની હેલી વરસાવનાર દૂર થઈ ગઈ,
અમાપ વાતસલ્યને વહેતું કરનાર વહી ગઈ,
સાચા સ્નેહની તો સુવાસ જાણે ખોવાઈ ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

તારાં વિના મનની અગાશી સૂની થઈ ગઈ,
હૈયામાં ભરેલી વરાળની થાળી થીજી ગઈ,
પ્રેમભરી તારી નજરની અમી ઓગળી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

જિંદગી આ મારી એવી અંધકારમય બની ગઈ,
મારાં જીવનની તો તમામ ખુશી ખોરવાઈ ગઈ,
આંખોમાં રાહ નહિ પણ આહ આપતી ગઈ,
મા મારી તું ક્યાં જતી રહી......?

Gujarati Poem by Parul : 111782623
shekhar kharadi Idriya 2 years ago

અત્યંત હૃદયસ્પર્શી અભિવ્યક્તિ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now