બાળ જગતમાં પાછો ફરું,
રમતો રહું હું હસતો રહું,

હિંચકા પર હિંચક્યાં કરું,
પવન સામે અથડાયાં કરું,

તનને જોશથી ભરતો રહું,
થાક લાગે તો ઉભો રહું,

હસુ ને બીજાને હસાવતો રહું,
નડે નહીં એવું કામ કરતો રહું,

બાળ જગતમાં પાછો ફરું,
રમતો રહું હું હસતો રહું...

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111779601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now