માખણ માગું ને મને માધવ મળી જાય.
ક્યારેક હસતા હસતા હરિ મળી જાય.
કથા સાંભળતાં મને કુષ્ણ મળી જાય.
રડતાં રડતાં રટતા રાધેશ્યામ મળી જાય.
ઠોકર ખાતા કાળીયો ઠાકર મળી જાય.
સુકા રણમાં જો મને રણછોડ મળી જાય.
એક વાર જો દ્વારિકામાં દ્વારકાધીશ મળી જાય.
કહે નર કોઈ એક રૂપે જો માધવ મળી જાય.
જીવ આ ભવસાગર પણ‌ તરી જાય.
નર

Gujarati Poem by Naranji Jadeja : 111779573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now