મારા થી તને દરેક પળ સાથે જીવાય છે જીંદગી,
પણ ખરેખર તો તુ રોજે કયાંક ગુચવાય છે જીંદગી!!!

અહીં ખુશ રેહવાનો ઢોંગ રોજેજ કરાય છે જીંદગી,
પણ માત્ર અંહી દ્વેષ અને ઈર્ષા જ રખાય છે જીંદગી!!

પોતાના થી પારકા પળવાર માં થવાય છે જીંદગી,
પારકા ને પોતાના કરી ખોટા સંબંધો માં રેહવાય છે જીંદગી!!!

જાહો જલાલી નાં સેંકડો ચણતર ચણાય છે જીંદગી,
અને માનવતા એમાં ક્યાંક ઊંડે દટાય છે જીંદગી!!!

તારા પુસ્તક માં રહેલ પ્રેમ નાં પાઠ પણ ભણાય છે જીંદગી,
અને એમાંથી પણ લાગણી નાં પન્નાજ રોજ ફડાય છે જીંદગી!!!

હું માનું છું કે તું મને બહુ સારી રીતે સમજાય છે જીંદગી!!!
અને ત્યારેજ તારા પડકાર સામે મારાથી મારખવાય છે જીંદગી!!

- સંસ્કૃતિ

Gujarati Poem by Sanskruti Rathod : 111777971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now