દિલની ઈમારત નો હું પાયો છું.
સાચે કહું મારો હું પડછાયો છું.

ડરતો ડરતો ફરતો અહિયાં હું તો,
બાંધી માયિક બંધન હું ઘવાયો છે.

મંદ વહેતો મસ્તી થી પ્રાણો માં,
સોહમ ગુંજારવ માં હું સમાયો છું.

ઈચ્છાનો આંચળ ઓઢીને સાચે,
મનથી ધાવક જો હું રઘવાયો છું.

સંગત છે આનંદ ખરેખર ચિન્મય,
માણી મહેફિલ મનથી હું છાયો છું.

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111776349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now