વખ ઘોળાયેલો પરપોટો છું હું;
ને ખીંટીએ લટકતો ફોટો છું હું;

વજૂદ મારુ કેમ આંકશો તમે?
નૈ જડે મારો એવો જોટો છું હું;

ઉંબરે રાખો કે વહાવો મધદરિયે,
શ્રધ્ધાઓથી ભરેલો લોટો છું હું;

મારું વ્યક્તિત્વ તમો પર નિર્ભર,
જો સાચા હો તમે તો ખોટો છું હું;

મર્યા પછીએ રહીશ નજર સામે,
"વ્યોમ" પર એવો લિસોટો છું હું;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111772800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now