હર્ષ વગર જિંદગીમાં ખુશી ક્યાં છે?
દુઃખ વગર જીવનમાં સુખી ક્યાં છે?

મૂંગો મંતર થઈ ગયો છે આ ભુલોક,
શું પૂંછું? કોને પૂંછું કે હસી ક્યાં છે?

હાથ મળતાં થાય છે ગણતરી શરૂ,
સંબંધોમાં હવે રહી લાગણી ક્યાં છે?

પર પીડાએ જ્યાં વહેતાં'તા આંસુઓ,
આજકાલ એ આંખોમાં નમી ક્યાં છે?

પર્વતો ચીરીને જે મળી'તી સાગરને,
લહેર પૂછે છે હવે એ નદી ક્યાં છે?

વરસે છે એ પણ હવે ઝરમર ઝરમર,
ધરા પૂછે "વ્યોમ" ને એ ઝડી ક્યાં છે?

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111771185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now