આમ તું હા કહે છે ને વર્તન સાવ ના જેવું
મને તું વિસ્તારમાં સમજાવ આ તે કેવું?

સાવ અનોખું પાત્ર મળ્યું છે મને તારા જેવું
હવે તું મને કે મારે તારા વિશે શું કેવું?

જાણે મુખ લાગે તારું એકદમ ચંદ્ર જેવું
ને તું જ કે ઉગતા સૂર્ય ને મારે શું કેવું?

દરરોજ સૂર્ય સાથે થાય મારે બબાલ જેવું
બેઠા બેઠા તારે જોવાનું આ નાટક કેવું?

આ થયાં પછી પણ હાસ્ય નિર્મળ જળ જેવું
એમાં હવે તું કે દરિયાને મારે શું કેવું?

કિનારે શાંત ને મધદરિયે હિલોળા જેવું
ને ફરિયાદમાં પર્વતને મારે શું કેવું?

લાગે છે કે નથી અહીં કોઈ દેવ અંશ જેવું
એ પણ કહે આ સવાલોમાં મારે શું કેવું?

:- દેવાંશ ચૌહાણ

આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો
અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏

આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે.

#dewansh #dariyo #mountains #imagination #god #vichar #aboutimagination #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

Gujarati Poem by Dewansh Chauhan : 111769970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now