એવું બને કે યાદ કરું ને તમે સ્મરણે આવો;
એવું બને કે દ્વાર ખોલું ને તમે આંગણે આવો;

નસે નસમાં વહો છો તમે બનીને રુધિર છતાં,
એવું બને કે ધડકન થૈ દિલના તમે બારણે આવો;

કાજળ બનીને ન આવી શકો નયનમાં, પણ
એવું બને કે સમણું બનીને તમે પાંપણે આવો;

ચાલ, આજ હું પ્રગટાવું ગઝલનો દીપક કોઇ,
એવું બને કે શબ્દ બનીને તમે તાપણે આવો;

જાણું છું "વ્યોમ" કે નૈ બનો અંગવસ્ત્ર, પણ
એવું બને કે અંત વેળા તમે ખાંપણે આવો;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111769730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now