મૃત્યુની સોડમાં.

મારી આંખે ડૂબતો સિન્દુરી સૂરજ આથમ્યો
નયનોના દ્વાર મિચાવી આતમરામ ઉડી ગયા
કોઇ રડશો નહિ- મરસિયાએ ના ગાશો.

મારા સગને (શબને) સંગારો વીરા હવે
ચાર લાકડી મંગાવો ને તેમાં મને બાંધો
ચાર શ્રીફળ લાવી બાંધો-ભાલે કરો કંકુ કેસર
મારી આંખે ડૂબતો સિન્દુરી સૂરજ આથમ્યો

ભડભડતી ચિતા જલાવો સુખડની વીરા
નશ્વરદેહ જે હજુ સુધી સાચવ્યો તેને જલાવો
રૂપેરી રાખને હવે દરિયાલાલ-નદીઓમાં પધરાવો
મારી આંખે ડૂબતો સિન્દુરી સુરજ આથમ્યો.

તેર દિવસ પૂરો શોક મનાવી સ્વજનો
ભજનથી ઈશને પ્રણમીને સઘળું વિસારો
આ તો મૃત્યુનો મલાજો કહેવાય વીરા
મારી આંખે ડૂબતો સિન્દુરી સૂરજ આથમ્યો.
- હંસા શાહ. 🙏

Gujarati Tribute by Umakant : 111767851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now