ભલે થૈ જાય કોઈ રેબઝેબ પરસેવે;
નથી ચડતાં છતાંય પાણી પાછાં નેવે;

બોલ્યા પેલાં વિચાર કરજો સો વાર,
ફરતા નથી શબ્દો આવ્યા જે જીભે;

ન રાખી શકે જે નાના કે મોટાનું માન,
બતાવો પછી એ સન્માન કેમ મેળવે;

સાચી શ્રદ્ધા હોય છે જેમના મનમાં,
રામ નામે એ પથરા પાણીમાં તેરવે;

ભણતર પણ ત્યાં ઝાંખુ પડી જાય,
જે જે પાઠ જીવનમાં ઠોકરો શિખવે;

થુંકી પાછું ગરકવું અશક્ય છે "વ્યોમ"
એ જાણ્યું છે ભાઈ મેં તો અનુભવે;


...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111766925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now