ખુશકિસ્મત છે એ જેના દિલમાં છે ઉદારતા;
જગત ઝૂકે છે ત્યાં જેના દિલમાં છે વિશાળતા;

કોઈકની ભૂલ ક્યારેક હોઈ શકે છે મજબૂરી,
ભૂલને ભૂલી માફ કરવું એજ તો છે મહાનતા;

સમજે છે હરકોઇ પણ અમલ ક્યાં કરે કોઈ?
આતો રહી છે સદા માનવ જીવનની કરુણતા;

પર પીડા જોઈ જો ભરાઈ આવે તારી આંખો,
સમજ તારામાં હજુ પણ જીવિત છે માનવતા;

જન્મ અને મરણ તો છે જીવનનો ક્રમ "વ્યોમ"
પર કાજે જીવી ગયા એની છપાય છે વારતા;

... © વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111766624
shekhar kharadi Idriya 2 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now