હું તને પ્રેમ કરું છું, એમ કહું છું
બસ, તને જ કરું છું, એમ કહું છું !

તારી ખુલ્લી હથેળી પર ચીતર્યાં કરું રોજ
આંગળીથી કેટલાય પંખી
તારી અવેજીમાં તું જ હોય ઉપસ્થિત
એવી કેટલીય સાંજોને ઝંખી

ઇશ્વરને બદલે રોજ
તારું ધ્યાન ધરું છું, એમ કહું છું !

તારા વિના મેં સન્નાટાઓને
ઘૂંટડે-ઘૂંટડે પીધા
તારા વિના મેં ધારણાંઓનાં
દરવાજે દસ્તકો દીધા

તારા વિના રોજ
ટુકડે-ટુકડે મરું છું, એમ કહું છું !

બોલ, તું જો કહે તો તારી આડશે
બનાવી દઉં એક માળો?
બોલ, તું જો કહે તો માંડી દઉં આખરે
તારો ને મારો સરવાળો?

સાથે રહેવા તારી
વહાલનાં હપ્તા રોજ ભરું છું, એમ કહું છું !

લાવ, તારી આંખો પર મૂકી હથેળીઓ
સપનાંની કિસ્મતને બદલું
લાવ, તારી વાતોમાં મૂકી ભરોસાઓ
દાવ પર લગાવું હું સઘળું

મનમાં તારી સાથે
સાત ફેરા ફરું છું, એમ કહું છું !

એમ કહું છું કે તને પ્રેમ કરું છું
તને, તને, બસ તને જ કરું છું !
❤️💞

Gujarati Blog by Nandani : 111766410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now