હું રહું કે ના રહું તું સૈનિક થજે,
ખુબજ સ્નેહથી કહું છું તું સૈનિક થજે.
મરજે તું સરહદ પર ગર્વ થાશે મને,
કાયર નહીં બનતો તું સૈનિક થજે.
ભારત માં પોકારે તો વિચાર કઈ ના કરતો,
ભૂલતો નહીં મારું લોહી છો તું સૈનિક થજે.
વાણીથી જ નહીં કર્મથી પણ વીર થજે
યાદ રાખજે હું કહું છું તું સૈનિક થજે.
નથી સમય જવું પડશે મારે સમય બોલાવે છે મને,
મારા છેલ્લા શ્વાસે કહું છું તું સૈનિક થજે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳 we Love you 🇮🇳🇮🇳🇮🇳🇮🇳