ખોવાઈ છે દિવાળી મારી
જડે કોઈને તો કહેજો
બહુ યાદ આવે એ બાળપણ
જડે કોઈને તો કહેજો...

દિવાળીની આશમાં મળતા
નવા નકકોર ચડ્ડી બુશકોટ
ને વળી કદાચ ચંપલ નવા
જડે કોઈને તો કહેજો...

લવિંગીયા મુઠીભર
ભરી રાખતો ખીસામાં
અગરબત્તીથી ફોડવાની મજા
જડે કોઈને તો કહેજો...

કોઠી,રોકેટ ને ચકરડી
તારામંડળ ને ટીકડી
ચકલી,લક્ષ્મી બૉમ્બના ધડાકા
જડે કોઈને તો કહેજો...

ફોડ્યા ઘણા માટલા અમે
555 ઉપર ઢાંકી
એ માટલા ના ઉડેલા ફુરચા
જડે કોઈને તો કહેજો...

નવા વર્ષની વહેલી સવારે
સબરસ કહેતા છોકરા આવતા
બા બધાને પૈસા આપતી
જડે કોઈને તો કહેજો...

મોહનથાળ,ઘૂઘરાની મીઠાશ
મઠિયા,સુંવાળી,ફરસી પુરી
બા બધું હોંશે બનાવતી
જડે કોઈને તો કહેજો....

પગે લાગવાના પૈસા મળતા
ખુબ સાચવતા એ પૈસા
નવી નોટોનો એ કકડાટ
જડે કોઈને તો કહેજો...

ખાઈ, પી ને ધમાલ મસ્તી
ખુબ દોડાદોડ બધી
એ રખડપટ્ટી ની મજા
જડે કોઈને તો કહેજો...

સાયકલ લઇને ડ્રાઇવ-ઈન જતા
ખુબ મોજ થી ફિલમ જોતા
એ ફિલમનો આનંદ "બકુલ"
જડે કોઈને તો કહેજો...

ખોવાઈ છે દિવાળી મારી
જડે કોઈને તો કહેજો
બહુ યાદ આવે એ બાળપણ
જડે કોઈને તો કહેજો...

-બકુલની કલમે.. ✍️
બાળપણની યાદો
09-11-2021
11.22

Gujarati Poem by Bakul : 111763425
Bakul 2 years ago

હા સાચી વાત છે મૅડમ... એ દિવાળી હવે ક્યાં..?.. નમસ્તે 🙏

Varsha Shah 2 years ago

ઘણા બધાની દિવાળીની ઉજવણીની આવી જ યાદો સચવાઈ હશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now