"સંજોગ"

કે સંજોગ એવા બને,
સાથે આપણી એક મુલાકાત બને,
પરસ્પર લાગણીની આપ લે બને,
પ્રેમ ને વિશ્વાસ ની સોળમ ખીલે.
કે સંજોગ એવા બને..!

ના વિશ્વાસ ની ઉણપ,
ના પ્રેમની કમી,
એક સાથે આપણી અપેક્ષાઓ ફળે,
કે સંજોગ એવા બને..!

હુફાળા સ્ત્રોત ના શબ્દો સમન્વય ઢળે,
એક ગઝલ ની રૂપરેખા આપણા બનેની બને
કે સંજોગ એવા બને..!

સાથી સહયોગ બને નો "સ્વયમભુ"એવો બને,
કે એક ગુલમહોર જિંદગી આપણા બનેની બને,
કે સંજોગ એવા બને..!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111763074
shekhar kharadi Idriya 2 years ago

અત્યંત હૃદયસ્પર્શી અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now