"આ રંગ બદલતો મેઘો ઘડી ઘડી"
વર્ષે વર્ષે વાયરા બદલે,બદલે રંગ કાળો,
વાદળો બધા ગોરંભાયા કરે,
વરસી પોતાનો વારો,
વીજળી ના ચમકારા સાથે, ગુંજતો એક જ રાગ,
તાંગ મેળવવા અધીરો થતો મેઘો વારે ઘડી,
આ રંગ બદલતો મેઘો ઘડી ઘડી..!(૨)

કેસરી ખેસ ધારણ કરી રચતો મેઘધનુષ,
અવનવા રંગો સાથે આભને આંબતો મેઘધનુષ,
આ રંગ બદલતો મેઘો ઘડી ઘડી..!(૨)

કાળા ઘેરા વાદળ વચ્ચે ચાંદ એકલો થઈ જતો,
ઘેરાઈ ને ચાંદ પાછો, આછો પીળો બની જતો,
પોતાનો રંગ ઘડીભર માં બદલી પોતે હસતો,
આ રંગ બદલતો મેઘો ઘડી ઘડી..!(૨)

તારાઓના ટમ ટમ સુચવે, મૌસમ નો રંગ હજાર,
"સ્વયમભુ"મહાદેવ નો શંખનાંદ ગુંજે ઘડી ઘડી,
આ રંગ બદલતો મેઘો ઘડી ઘડી..!(૨)

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111762775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now