સબંધના મોતી ને પરોવી રાખજો,
ક્યાં અટકવું એ પણ જાણી રાખજો.

બંધન આજે છે પવિત્ર અવસર,
એ અવસર ને બાંધી રાખજો.
સબંધના મોતી ને પરોવી રાખજો..!

વારે તહેવારે મળીએ ભલે
'પણ,
સબંધને આજીવન સાચવી રાખજો,
સબંધના મોતી ને પરોવી રાખજો..!

કોઈ હશે ઘરમાં નાનું મોટું તો સબંધ સિંચાશે,
ઉંડા વેહણમાં એક નાવ તરતી રાખજો,
સબંધના મોતી ને પરોવી રાખજો..!

હું જ કરું, હું જ કરું એ ભાવના નિરર્થક છે,
બધાં સાથે હળીમળી ને
નવા વર્ષ ને "સ્વયમભુ" દીપાવજો,
સબંધના મોતી ને પરોવી રાખજો..!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111762133
અશ્વિન રાઠોડ - સ્વયમભુ 2 years ago

પ્રતિક્રિયા કે લિયે ધન્યવાદ

shekhar kharadi Idriya 2 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now