કેટલો હું તને પ્રેમ કરું છું 
તને ખોવાના વિચાર માત્ર થી ડરું છું,
બસ તને જ સમજાતું નથી...

હકીકત તો શું છે? હું તો
તારી જુદાઈ ના સપના થી પણ ડરું છું,
પણ તને ક્યાં અહેશાસ છે....

તું મારા જીવવાનું કારણ,
અને તું જ મૃત્યુ સમય ની આશ છે,
એટલો તું મારા માંટે ખાસ છે....

સહાતી નથી કોઈ ની નજર,
તો પડછાયો તો બહુ દૂર ની વાત છે,
બસ તને જ દેખાતું નથી...

સદાયે મારા વિચારો માં,
અને આસપાસ છવાયેલો રહે છે,તું,
તને તો એ દેખાતું જ નથી...

હું જ તારી રુક્મિણી,
મીરા અને રાધા પણ હું જ,
બસ તને જ સમજાતું નથી....


         આરતી ગેરીયા...

Gujarati Poem by Arti Geriya : 111760930
Chaudhari Rutvik 2 years ago

ખૂબ સરસ લખો છો આપ મેડમજી,હુ મારા M.a. ના અભ્યાસક્રમ મા મળેલ પ્રવૃત્તિમા તમારા પુસ્તક''અવંતિકા'' પર લેખ હું લખવા માંગુ છું તે માટે તમારી મદદ જોયે છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now