પામવા દોડ્યો ઘણું, ત્યાં ધ્યેય બદલાઈ ગયું,
મહેક તાજી શોધવામાં, ફૂલ મૂરઝાઈ ગયું..

જળ કર્યું બરબાદ આખી જિંદગી, જોયા વગર,
પાળ બાંધી રેત પર, ત્યાં વ્હેણ ફંટાઈ ગયું..

તીર સાથે કામઠું લઈને થયો તૈયાર, પણ,
ધાર તીખી કાઢવામાં, લક્ષ્ય વીંધાઈ ગયું..

દોઢિયું રળવા, કદી પરવાહ ના તનની કરી,
ને નજર ગઈ ત્યાં સુધીમાં, પૂર્ણ ખર્ચાઈ ગયું..

ના દવા લીધી તબીબોનાં કહ્યાં મુજબ કદી,
વૈદ્ય ફેરવતો રહ્યો, ત્યાં દર્દ ભેળાઈ ગયું..

ભોગવાદી વાયરામાં, કઈ રીતે ભીંજાય દિલ?
ભાવ-ભીની લાગણીનું વ્હેણ સૂકાઈ ગયું..

મેં 'ધીરજ' રાખી, સજાવ્યાં જિંદગીનાં રંગમંચ,
ઘૂઘરા બાંધી રહ્યો, ત્યાં દ્રશ્ય ભજવાઈ ગયું..

Gujarati Book-Review by BHAVIN TRIVEDI : 111759871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now