દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

જો હૃદયના માળીયે જૂની નફરતો છે,
ઉતારીને ઘર ની બહાર ફેંકી દે,

હાસ્યના તોરણ પેક પડ્યા છે,
ખોલીને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓના કોઈ ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,

જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

એ ગરીબની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક નવી ચોકલેટ આપી દે,

અને બાજુવાળાની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,

કલર લાગણીનો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,

દીવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

Gujarati Poem by Arvind Wagh : 111759727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now