સમય ને પાંખો આવી ને ,વહેતી થઈ વાત ખબર ના પડી,
કે તારી રાહ માં જો ને વીતી ગઇ રાત ખબર ના પડી...

આમ તો કોણ હતું મારુ કે,કે પછી મારી સાથે તો પણ,
તારી રાહ માં હું એકલી જ રહી ગઈ કેમ!ખબર ના પડી...

મિત્રો ની મસ્તી માં,હતી સંઘર્ષ ભરી જે રાત એ
ક્યારે રમત માં પૂર્ણ થઈ ગઈ,જો ને! ખબર ના પડી...

વિષાદો થી ભરેલી વેળા,હૃદય માં ચિનગારી જગાવી,
આત્મા ને જ સળગાવી ગઈ,ક્યારે?ખબર ના પડી...

કા તો વિશ્વાસ મારો ઓછો પડ્યો,કા તો આસ!
ઈશ્વર ની મદદ નો હાથ પાછો પડ્યો,ખબર ના પડી...

ભીની રેતી માં નાખેલો હાથ,અને યાદ આવતી એની વાત
સુકાઈ જતા,એ પણ ક્યારે ખરી પડી,ખબર ના પડી...

ઊંચે આકાશ મા ઉડવાની લ્હાય માં,ક્યારે પોતીકી,
ધરતી રિસાય ગઈ મુજ થી ,મને ખબર જ ના પડી...

ઘૂઘવાતા આ દરિયા ની ગંભીરતા જોને આરતી,
કેટલી શીખવી ગઈ સ્થિરતા,ખબર જ ના પડી...





                          ✍️ આરતી ગેરીયા...

Gujarati Poem by Arti Geriya : 111759543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now