આજે...
❣🌷❣ "કરવા ચોથ" ❣🌷❣

ગંગામૈયા મેં જબ તક યે પાની રહે
મેરે સજના/મેરી સજની તેરી જિંદગાની રહે... ❣ ડૉ.રૉયલ
---------------------------
કેટલાય વર્ષોથી આ શબ્દ મેં કેટલીય મુવીઝમા અને સિરિયલ્સમા તાદ્રશ જોયો હતો, અને એનો આશય શું હતો એ પણ ખ્યાલ છે પણ એનો અર્થ શું થાય એ ખ્યાલ ના હતો.

કરવાચોથ બે શબ્દો થી બનેલો શબ્દ છે. કરવા એટલે દીવો અને ચોથ એટલે ચોથો દિવસ. નોર્થ ઇન્ડિયામા (પંજાબ બાજુ) આ દિવસ મનાવવામા આવે છે. આ દિવસની શરૂઆત કઈ જગ્યાએથી થઇ છે એ બાબતે કોઈ જ માહિતી નથી પણ પંજાબ બાજુ આ દિવસ ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે કે પંજાબના મોટાભાગના પુરુષો મીલીટરીમા હોય છે તો એમની પત્ની એમની સુરક્ષા માટે આ ઉપવાસ રાખે છે. જે ધીમે ધીમે આખા ભારતમા છવાઈ રહ્યો છે અને આજકાલ તો ઘણા પુરુષો (પતિ + બોયફ્રેન્ડસ) આ ઉપવાસ રાખે છે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા.

આની પાછળું મારુ ઓબ્ઝર્વેશન કહે છે કે જયારે કોઈ પતિ એની પત્ની માટે વગર કહ્યે વ્રત રાખે છે ત્યારે એણે અંદર થી અલગ ખુશી થાય છે, અને એ જ ખુશી એના વ્રતને સાકાર કરે છે.

આપણી બાજુ આ વ્રતનું એટલું મહત્વ નથી પણ આજે એક કામ કરજો . આજે આપની પત્નીને/"દોસ્તને" કહ્યા વગર થઇ શકે તો વ્રત કરો. અને રાત્રે એમને સરપ્રાઈઝ આપો. પછી જે ખુશી થશે એ એમના ચહેરા ઉપર કેટલાય દિવસો સુધી રહેશે.
અને પત્નીઓ/છોકરીઓ માટે પણ હું એ જ કહીશ. આજે તમારા "એ" ને કહ્યા વગર વ્રત રાખજો અને હા, રાત્રે કહેવાનું ભૂલતા નહિ. કારણકે આજે કેટલાય પુરુષો /છોકરાઓને ખબર નહિ હોય કે આજે કરવાચોથ છે. એટલે કહેવાનું ભૂલતા નહિ. એ જ એમના માટે સરપ્રાઈઝ હશે.

આપનો પ્રેમ સદાય રહે એકબીજાના હૃદયમા..
કરવાચોથ આપણા જીવનમાં ઘણી ખુશીઓ લાવે એવી શુભેચ્છાઓ.
કીપ મુસ્કુરાના 😊
--------------------------
શબ્દો છે શ્વાસ મારા🖊️ડૉ.રૉયલ

Gujarati Religious by _truth_love_compassion_ : 111759126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now