સંબંધોના બોજ ને ઉઠાવતો માણસ,
દર્દ દિલના હાસ્યમાં છુપાવતો માણસ.

જીવન ખુદનું વિરાન રણ જેવું કરીને,
તેમના જીવનને બાગ બનાવતો માણસ.

મૌન છે, આંખો, હોઠ અને હાવભાવ,
કલમથી આંસુની ધાર વહાવતો માણસ.

તેમને કહ્યું એ પ્રમાણે જીવ્યો છું જીવન,
એક પ્રેમીનો કિરદાર નિભાવતો માણસ.

"મનોજ" થી નારાજ થઈ ગયો "માનસ",
ખુદને જ કેમ આમ તડપાવતો માણસ?

મનોજ સંતોકી માનસ

-Manoj Santoki Manas

Gujarati Blog by SaHeB : 111757936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now