દીકરી

"બા ન આવ્યા?"
લલિત પોતાની નવી જન્મેલી દીકરીને રમાડતા અટકી ગયો અને પત્ની લક્ષ્મી સામે જોયુ. એનો પ્રશ્ન ગેરવાજબી નહોતો. અવરોધક વર્તણૂક તો બાની હતી, જે ખોટા જુનવાણી વિચારોથી બહાર આવવા જ નહોતી માંગતી. લલિતે નિરાશા સાથે માથું હલાવતા કહ્યું,
"જો દીકરો જન્મ્યો હોત, તો બા વાજતે ગાજતે ચાર પાડોશીને લઈને આવતે. તને એનો સ્વભાવ ખબર તો છે, પછી શા માટે ખોટી આશા રાખે છે?"
લક્ષ્મીની આંખમાં ઉદાસી છવાઈ જતા એણે નજર નીચી કરી નાખી.
"મને એમ કે કદાચ એમનું મન ઓગળી ગયું હશે."
લલિત કટાક્ષમાં હંસી પડ્યો.
"એ ઘરે આપણી બન્ને મોટી દીકરીઓનું ધ્યાન રાખે છે, એ જ એમની મહેરબાની છે."

લક્ષ્મી નર્વસ થતા ધીમેથી બોલી,
"મને ઘરે જતા ડર લાગે છે. હોસ્પિટલ આવતી વખતે બા એ કહ્યું હતું, દીકરી થશે, તો સીધી પિયરે જતી રહેજે. હવે ક્યાં મોઢે હું......"
"શું બા એ કહ્યું અને મે સ્વીકારી લીધું? મારા પર વિશ્વાસ રાખ લક્ષ્મી. તું મારી પત્ની છે અને હું તારી સાથે નાઇન્સાફી નહીં થવા દઈશ."

લલિતના આશ્વાસન આપવા છતાં પણ લક્ષ્મીના મનમાંથી ડર એક ડગલું પણ ન હલ્યું. છેલ્લા સાત વર્ષથી બાના મેણાટોણા સાંભળીને એ ત્રાસી ગઈ હતી. ફક્ત લલિતના પ્રેમે એને ટેકો આપ્યો હતો. આ વખ્તે સાસુમા એ સોનોગ્રાફી કરાવાની ઝિદ પકડી, જેથી ખબર પડે કે દીકરો થશે કે દીકરી. પણ લલિતે તદ્દન ના પાડતા કહ્યું,
"નહીં! જે હશે તેને ભગવાનનો આશીર્વાદ સમજીને પ્રેમથી સ્વીકારી લઈશ."

* * * * *

લક્ષ્મી સાથે બાની વર્તણૂક પહેલા કરતા વધારે ખરાબ થઈ ગઈ. લલિત વારમઘડીએ બાને કહેતો,
"બા, તું પોતે એક સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન કેવી રીતે બની શકે છે? બા, નાની હતા તો તું થઈ અને તારા થકી હું." પણ આ બધી વાતથી બા અસરગ્રસ્ત રહી.

એક વહેલી સવારે, લલિતની નાની બહેન સાસરેથી પાછી આવી. આંખમાં આસું, એક હાથમાં સામાન અને બીજામાં નવા જન્મેલા બાળકને લઈને ઉભી હતી. બાને જોતા જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા બોલી,
"દીકરી જન્મી, એટલે મહેશે મને ઘરમાંથી કાઢી મૂકી."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
______________________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/

Gujarati Story by SHAMIM MERCHANT : 111756373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now