થોડું થોડું સૌની જિંદગીમાં ખૂંટતું રહે છે. અને એ ખૂંટતું રહે છે એટલે જ જિંદગી જીવવાની મજા આવતી રહે છે! જો આપણને બધુ જ મળી રહેતું હોત તો જિંદગી વધુ ખાલી લાગતી હોત! જે કઈ થોડું થોડું ખૂંટતું લાગે છે, એ જ આપણી જિંદગીને જીવંત રાખતું હોય છે. હકીકત તો એ છે કે ખાલીપો એક એવી લાગણી છે, જે આપણને અહેસાસ કરાવે છે, કે બધાને બધુ મળે એવું જરૂરી નથી. જે નથી મળી રહ્યું તેની પાછળ જે મળી રહ્યું છે, તેને ના ગુમાવી એનું નામ જિંદગી. ખાલીપો ભરવા આપણે મથતા રહેવું પડે છે. એ ખાલીપાને શૂન્યવકાશમાં સરવા નથી દેવાનો પણ એક એવો અવકાશ આપવાનો છે, જેમાં આપણે મનગમતા રંગો પૂરી શકીએ.
ખાલીપો સફેદ કલર જેવો હોય છે, જેમાં આપણે ખુશીઓનું પરાવર્તન કરી તેને રંગીન બનાવી શકીએ છીએ. મે એવા પણ લોકો જોયા છે, જેઓ પાસે કશું નથી અને છ્તા તેઓ મોજથી જીવતા હોય છે. જ્યારે આપણે ઘણું બધુ મેળવી લેતા હોઈએ છીએ તો જિંદગી એ વસ્તુઓ અને વ્યક્તિઓને સાચવવા પાછળ ખર્ચાઈ જતી હોય છે. આપણે જીંદગીનો સાચો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ, જ્યારે અભાવમાં જીવાતી જિંદગી સાચવવી પડતી હોતી નથી. એ તો હજી થોડું હજી થોડું એમ કહીને આપણે જીવી લેતા હોઈએ છીએ.
વળી જિંદગીમાં જે કઈ આપણને નથી મળતું એ બાબતે આપણે બીજા સાથે કંજૂસ નથી થવાનું. પણ બીજાને એ બધુ આપતા રહેવાનુ છે. બદલામાં કશું ના મળે તોપણ કઈ નહી, જે સંબંધો આપણે હ્રદયથી જીવવા માંગતા હોઈએ તે સંબંધો પાસેથી કદી કશું લેવાની અપેક્ષા ના રાખવી. એવા સંબંધોને મુકત રહીને નિભાવવા. જે ક્ષણે આપણે સ્ંબંધોને બાંધવા માંગીએ છીએ, એ આપણાથી છૂટી જતાં હોય છે. વળી કોઈ સંબંધ આપણને છોડીને જાય તો એનો ખાલીપો લાંબો સમય ના જીવવો. એ સંબંધોને ભૂલીને જીવનમાં આગળ વધી જવું. જે નથી મળવાનું એની પાછળ જીંદગીની ક્ષણોને શા માટે વેડફવી? એ સંબંધોમાં જે કઈ અધૂરું રહી ગયું હોય એના અફસોસ સાથે જીવવું એના કરતાં તો તેની સાથે જે સમય જીવ્યા હતા તેની જીવંતતાના અહેસાસને સાથે લઈને જીવીશું તો જિંદગીમાં હકારાત્મક રહી શકીશું.
અને હા જિંદગીમાં સગવડોનો અભાવ ચાલશે, પણ લાગણીઓનો અભાવ નહી! લાગણીઓના તાંતણે જેની સાથે જોડાયેલા હોઈએ એવા સંબંધ જીંદગીની સૌથી અમૂલ્ય મૂડી છે, તેને ક્યારેય અભાવ સાથે જોડવાનો પ્રયાસ ના કરીએ. એ તો આપણાં સૌના જીવનમાં એવો ભાવ લઈને આવે છે, જ્યાં ઈશ્વરે પણ ખુદ સામેથી આવવું પડે છે. જિંદગી અધૂરા સંબંધો ભલે આપે, પણ એ અધૂરપ ક્યારેય આપતી નથી. કોઈ બીજા સ્વરૂપે હમેંશા તે આપણાં સૌના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરતી જ રહેતી હોય છે. બસ આપણે એ પ્રયાસોને આવકારવાની જરૂર હોય છે.
જે ખૂંટતું રહે છે, તે ખૂંચવું ના જોઈએ. થોડું થોડું જે કઈ ખાલી રહી જાય એમાં પણ નવા રંગો ભરતા રહીએ. શ્વાસો ચાલે ત્યાં સુધી આપણે જીવંત રહેવાનુ છે.ધબકતા રહેવાનુ છે. તો ધબકતા રહીએ અને થોડું થોડું રોજ જીવનમાં કશુક ઉમેરતા રહીએ!!
જિંદગીને જરૂરિયાતો સાથે નહી, પણ સંબંધો સાથે જોડીએ.
તો આવજો અને જીવજો
Happy living!!!!

Gujarati Motivational by Dipti : 111756355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now