કરું છું હું બંધ આંખ મારી તો ઓથાર લાગે છે,
અનુભવો એવા થયા કે કિનારા મઝધાર લાગે છે.

છલકાતા હતા જામ, જામતી હતી મહેફિલ જ્યાં,
વરસો થયા એ રંગીન જગ્યા પણ ભેંકાર લાગે છે.

તેની શોધમાં એ હદે પાગલ થયા છીએ અમે અહીં,
કરે જો કોઈ જાકારો તો પણ મને આવકાર લાગે છે.

રહી ગયા જે જખમ જીવનભર આ મારા દિલ મહીં,
ભટક્યો છું દવાની શોધમાં, તે મોત ઉપચાર લાગે છે.

એકલતાની હદ ને પાર કરી ને જીવ્યો છું જીવન હું,
આદત એવી થઈ ગઈ, એકલતા જ સંસાર લાગે છે.

દુઃખને જીવનભર જીવવાની એક રીત કહું છું તમને,
થાય જો એ હદબાર તો દિપક પણ મલ્હાર લાગે છે.

તલવારના ઘાવ તો મારી આ છાતી પર દેખાશે તમને,
તમને પીઠ પર જે દેખાય એ કપટી નૈનના વાર લાગે છે.

આમ મનોજ ને દુઆ ન આપો જીવતો રહેવાની મિત્ર,
અંત સમયે આ ઉપકાર પણ મને અત્યાચાર લાગે છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Poem by SaHeB : 111755794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now