યાદોનું એક તોફાન આવ્યું,
થઈ ગઈ આંખો ભીની...
કેવી રીતે કહું કે આંખોમાં....
કોણ રહે છે?

વધ્યાં હ્રદયનાં ધબકારા
એ યાદોની સાથે સાથે...
કેમ કરી કહું કે એ હ્રદયમાં
કોણ રહે છે?

વિતાવી હતી જે પ્રેમભરી ક્ષણો,
અચાનક આવી યાદો બનીને!
કરી ગઈ મનને વ્યથિત,
કેમ કરી કહું કે આજેય
મનનાં એક ખૂણામાં એ જ
રહે છે....

પૂછે જો કોઈ કે કોણ રહે છે
તારા મન, હ્રદય અને આંખોમાં,
કેવી રીતે કહું કે એ તો છે
કોઈક એકદમ ખાસ...

- સ્નેહલ જાની

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111754773
Tr. Mrs. Snehal Jani 3 years ago

આભાર શેખરજી

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત હૃદયસ્પર્શી અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now