👉સ્વદેશી નેતા શાસ્ત્રી👈

વિશ્વની મહાન લોકશાહી ધરાવતા દેશના બીજા વડાપ્રધાન કે પછી સ્વદેશી નેતા, કે પછી એક નાના કદનો ઊંચા મનોબળવાળો માનવી, કે પછી એક ઈમાનદારી ધરોહર, કે પછી ખરેખર જેમનામાં બહાદુરી રહી છે એ લાલ બહાદુર શાસ્ત્રી. CIA કે KGBનો શિકાર બનેલા શાસ્ત્રીને શબ્દાજંલી અર્પતો આ લેખ એમની મહાનતાને, એમની દેશભક્તિને, એમના ઈમાનદારી વ્યક્તિત્વને આવરી લે છે.

નહેરુના મૃત્યુ પછી ભારતના વડાપ્રધાન કોણ બને? એ પ્રશ્ન દેશવાસી સામે હતો જેમાં મોરાજીભાઈ દેસાઈ, ઇન્દિરા, અને ખુદ તત્કાલીન કોંગ્રેસના અધ્યક્ષ કુમારસ્વામી કામરાજ (કે. કામરાજ)નું નામ ચર્ચામાં હતું. કોઈએ શાસ્ત્રીજીના નામની કલ્પના પણ કરી ન હોઈ, તત્કાલીન કોંગ્રેસના ચાણકય કામરાજે પોતાની પસંદ જાહેર કરી અને શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા.

1962ના ચીન સામેના યુદ્ધમાં ભારતને ખૂબ માર પડ્યો હતો. તત્કાલીન રક્ષામંત્રી કૃષ્ણ મેનનના અંઢગ પગલાંના કારણે ભારતનો નેફા પ્રદેશ ચીનના કબ્જામાં આવી ગયો. બીજી બાજુ દેશ પર આર્થિક અને અન્નની કટોકટી સર્જાય રહી હતી. શાસ્ત્રીએ કાર્યભાર સાંભળ્યો ત્યારે મુખ્ય પડકાર વૈશ્વિક બજારમાં રૂપિયાનું અવમૂલ્યન કરવાનો હતો. અમેરિકામાંથી આવતા લાલ કલરના ઘઉંને શાસ્ત્રીએ અસ્વીકારી અમેરિકાના ગાલ પર એક તમાચો માર્યો, રૂપિયાનું અવમુલ્યન કદાપિ નહિ થાય એવું શાસ્ત્રીજીનું બયાન આવ્યું ત્યારે અમેરિકા ધ્રુજી ગયું હતું. શાસ્ત્રી વડાપ્રધાન બંગલામાં ખેતી ચાલુ કરી, એક દિવસના દેશવ્યાપી ઉપવાસની જ્યારે જાહેરાત કરી ત્યારે પહેલો પ્રયોગ પોતાના છોકરા અને ઘરના સભ્ય પર કર્યો હતો. દેશના નાણાં બચી રહે એ માટે પોતાના છોકરાના ટયુશન બંધ કરાવી દીધા, પોતાના ઘરનું કામ જાતે કરવા લાગ્યા. એ સમયે પાકિસ્તાનના પડખામાં અમેરિકા ચડી ગયું અને ભારત પર ચઢાઈ કરવામાં આવી. ભારત પાસે એ સમયે પૈસા ન હતા, કોઈ વધુ પડતા શસ્ત્રો ન હતા. જ્યારે પાકિસ્તાન પાસે અમેરિકાએ ભીખમાં આપેલ પેટન ટેન્ક હતી. 1965નું યુદ્ધ ભારતના સૈનિકો પોતાની હિંમતથી લડ્યા હતા. વીર અબ્દુલ હમીદે પોતાની રાઇફલથી સાત અમેરિક ટેન્કને ધ્વસ્ત કરી દીધી. લાહોરના સીમાડે ભારતનું સૈન્ય ઉભું હતું. આ દુનિયાની એક માત્ર વીર કહાની હતી જ્યાં હથિયાર કરતા હોસલા બુલંદ હતા.

રશિયાની આગેવાનીમાં તાસ્કંદમાં યુદ્ધ વિરામનો કરાર કરવામાં આવ્યો હતો. જેના પર થોડા દિવસ પહેલા મેં લખેલી સ્ટોરી અને હમણાં આવેલ હિન્દી ફિલ્મ ધ તાસ્કંદ ફાઇલમાં જોવા મળે છે. અમેરિકન જાસૂસ સંસ્થા કે રશિયન જાસૂસ સંસ્થામાંથી શાસ્ત્રીજી હત્યામાં જવાબદાર કોણ એ પ્રશ્ન પર નેતાઓએ પૂર્ણવિરામ મૂકી એ ફાઈલોને ધૂળ ખાતી કરી નાખી છે.

શાસ્ત્રીના આદર્શો અને એમની દેશભક્તિ પર ગર્વ કરતા નેતાઓ શાસ્ત્રીજીના સ્વમાનને આજ હણી રહ્યા છે ત્યારે એમના આદર્શોની હત્યા થઈ રહી છે. સુભાષબાબુના જીવન પર લખેયલ બુક "અજ્ઞાતવાસનો યાત્રી"માં રશિયામાં શાસ્ત્રીજી અને સુભાષબાબુની મુલાકાતનું એક પ્રકરણ સમર્પિત કરવામાં આવ્યું છે. હિન્દી અને અંગ્રેજી લેખક અનુજ ધર લગભગ 10 વર્ષ સંશોધન કરી એક કિતાબ લખી છે "નેતાજી રહસ્ય ગાથા" એમાં પણ આ સંવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે ગુમનામી ફિલ્મ રિલીઝ થઈ છે, કદાચ આ ફિલ્મમાં પણ શાસ્ત્રીજી અને સુભાષબાબુ વિસે પ્રકાશ પાડવામાં આવે તો નવાઈ નહિ.

તાસ્કંદમાં આપણે શાસ્ત્રીજીને જ નથી ખોયા, સાથે સાથે સુભાષબાબુના અસ્થિત્વ અને એમના કથિત મોત પર ફરી પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે. જે દેશના નેતાઓ અને વૈજ્ઞાનિકોના મોત રહસ્ય બની જતા હોય તે દેશમાં વિદેશી તાકાતનો કેટલા મોટા પાયો કબ્જો હશે એ વાત વિચાર કરતી મૂકે એમ છે. ખૈર, હજુ પણ દેશ શાસ્ત્રીજીના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે.

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by SaHeB : 111754420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now