...#... ૦૪. જાતકર્મ સંસ્કાર...#...

‘पुत्रे जाते सति जातस्य यत्‌ कर्म तत्‌ जातकर्म ।’

સંતાનનો જન્મ થાય ત્યારે તેની સુરક્ષા તથા ગર્ભસ્રાવજન્ય દોષો દૂર કરવા માટે જે સંસ્કાર કરવામાં આવે તેને ‘જાતકર્મ સંસ્કાર’ કહેવામાં આવે છે.
વૈદિક કાળમાં ઉદરમાં રહેલું બાળક નવમાં મહિનામાં પ્રવેશે ત્યારથી પ્રસુતી માટેની તૈયારીઓ થતી. શુભ દિવસ અને અનુકુળ રાશિમાં સૂતિકા ભવનની તૈયારી થતી. વાદ્યોના મધુર ધ્વની અને મંત્રોના પઠન સાથે દેવતા, બ્રાહ્મણ અને ગાયોની પૂજા કરી ભાવિ માતા પ્રસવના થોડા દિવસ પહેલા સૂતિકાગૃહમાં પ્રવેશ કરતી. કુટુંબની અન્ય સ્ત્રીઓ ભાવિ માતાને પ્રસન્ન રાખતી, ભોજન વગેરે સર્વ જરુરીયાતો પૂરી કરતી, પ્રસવ માટે તૈયાર કરતી. પ્રસવના સમયે અશુભ તત્ત્વથી ઘરનું વાતાવરણ સુરક્ષિત રહે એ માટે હોમ કરવામાં આવતા. બાળકના જન્મ બાદ સૂતિકાગૃહમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો, મંત્રોના ધ્વનિ સાથે તેમાં ધાન્યના કણોની આહુતિ અપાતી.

‘जातमात्र कुमारस्य मुखमादौ विलोकयेत्‌ ।
पैत्रादृणाद्विमुच्येत पुत्रस्य मुखदर्शनात्‌ ।।’


‘પુત્રના પ્રથમ મુખદર્શન માત્રથી પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે.’

પિતાને બાળકના જન્મના શુભ સમાચાર અપાયા બાદ પિતા પુત્રનું મુખ જુએ છે, અને વસ્ત્રો સહિત સ્નાન કરી નાંદીશ્રાદ્ધ કરે છે. વિદ્વાન બ્રહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન કરાવવામાં આવે છે તથા આશ્વલાયન અને શાંખાયન સૂત્ર અનુસાર પિતા પોતાની ચોથી આંગળી અથવા સોનાની સળીથી શિશુને મધ અને ઘી ચટાડે છે. આચાર્ય અથવા પિતા દ્વારા પુત્રના કાનમાં મંત્રોચ્ચારણ કરવામાં આવે છે, જેને મેધાજનન કહેવાય છે. આ ક્રિયા શિશુના બૌધિક વિકાસની સૂચક છે. આયુર્વેદ પ્રમાણે સુવર્ણ વાયુ વગેરે દોષોનું ઉપશમન કરનાર, ઘી શરીરની ગરમીને મટાડનાર, બળવર્ધક છે અને મધ પાચનશક્તિ વધારનારું છે.
વિવિધ મંત્રોચ્ચાર સાથે બાળકના અંગોનો સ્પર્શ કરવામાં આવે છે, જેથી દેવોની કૃપાથી બાળકને બુદ્ધિ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાય. બાળકને જન્મ આપનારી માતાની પ્રશંસા કરવામાં આવે છે, જેથી પ્રસવપીડામાં જનનીને રાહત મળે છે અને મન પ્રફુલ્લીત બને છે.
આ સંસ્કાર વખતે બાળકનું નાળછેદન કરી ઉષ્ણજળથી સ્નાન કરાવી માતા સ્તનપાન કરાવે છે. વારસાઇ ગુણો બાળકમાં ઉતરે તેવા હેતુથી બાળક માટે માતાનુ દૂધ વધારે હિતાવહ માનવામાં આવે છે.
લગભગ દરેક ધર્મમાં પોતપોતાના રિવાજ પ્રમાણે આ સંસ્કાર કરવામાં આવે છે.આ સંસ્કારમાં જો શાસ્ત્રીય વિધિ-વિધાન ભળે તો બાળક સર્વ રીતે આરોગ્ય અને યશની પ્રાપ્તિ કરનારું બને છે.

@ આ પોસ્ટને કસોટી રુપે રાખવામાં આવી હતી...કારણ હતું આ સોળસંસ્કાર રૂપી યજ્ઞનું સફળ થયાનું પ્રમાણ મેળવવું. કોઇ એક વાચક આ તૃટી સમક્ષ ધ્યાન દોરે અને યજ્ઞ સફળ કરે.
બસ ભોળાનાથની કૃપા અને આપ સૌના સહકારથી મારો આ નાનો એવો જ્ઞાનયજ્ઞ સંપૂર્ણ થયો. એ બદલ હું આપ સૌ નો અને ભોળાનાથનો આભારી છું.
બસ આમજ પ્રશ્નો કરતા રહેજો,
જ્ઞાન ગોષ્ઠી થતી રહેશે. અને આવા તો અનેક યજ્ઞો સાથે મળીને પૂરા કરશું અને જીવને એના યોગ્ય ગંતવ્ય સુધી લઇ જશું.....

જય ભોળાનાથ....
હર હર મહાદેવ.... હર.....

Gujarati Religious by Kamlesh : 111753939
Kamlesh 2 years ago

ધન્યવાદ બેનબા...!!! આપનું સ્વાગત છે...!!!

Kpj 2 years ago

Bov mast mahiti aapi bhai tme aaj kaal to galthuthi ni rit pn bhulava mandi 6 badha ne tyare enu sachu mahatva samjavva badal aabhar 🙏😊

Kamlesh 2 years ago

થાય થાય ગીતાજી... એમાં દિલગીરી જેવું કંઇ ન હોય... ભક્ત નરસૈયો જ્યારે કૃષ્ણની રાસલીલા જોવામાં તન્મય થઇ ગયા ત્યારે એમના હાથમાં રહેલી મશાલ સળગતા સળગતા હાથ સળગવા માંડ્યો ત્યાં લગી શરીરનું ભાન નહોતું રહ્યું... ભગવાન ખુદ આવીને તંદ્રામાંથી જગાડે છે ત્યારે ભાન આવે છે....

Kamlesh 2 years ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...!!! આપનું સ્વાગત છે...!!!!

Parmar Geeta 2 years ago

એકદમ સાચું કહ્યું ફાલ્ગુની જી એ આ પ્રત્યે મારૂ પણ ધ્યાન ન ગયું એ માટે દિલગીર છું.. હું તો વાંચવા મા એટલી મગન થઈ ગયેલી કે ખ્યાલ જ ન રહ્યો.. ☺

Falguni Dost 2 years ago

આ સંસ્કારની પૂરતી માહિતી આજે ખબર પડી, બાકી મારા સહીત ઘણા ફક્ત બાળકનો જન્મ થાય એટલે પેલા ગળસુંથી ચટાડવાની એટલું જ જાણતા હોય એ જણાવતા દુઃખ થાય છે.. ખુબ સરસ જાણકારી આપવા બદલ આપનો આભાર.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now