આજ અમાસ પણ ખૂબ જ મોહક લાગે છે,
તારું મારી પાસે આવવું આવશ્યક લાગે છે.

તપતા અનુભવો પીધા છે અમે આ જગતના,
તુજ ખોળામાં માથું રાખું, મને ઠંડક લાગે છે.

મદિરા પણ સસ્તી થઈ ગઈ, જૂનું હતી છતાં,
આ તારી યુવાનીનો નશો ખૂબ માદક લાગે છે.

કિસ્સા મહોબતના વાંચવા ગમે છે દુનિયાને,
કરે જો કોઈ મહોબત તો જગને કંટક લાગે છે.

એ સામે આવ્યા અને મને બાહોમાં સમાવ્યો,
ઘણા હોશિયાર છે, આંખોના વાંચક લાગે છે.

ફરી ને એ જ મુલાકાત પર આવે છે આ કલમ,
તારા નામે લખવા અધિરી છે, ચાહક લાગે છે.

એ રીતે તમને ચાહ્યા છે અમે જીવનભર સનમ,
આપ દિલના દેવી ને 'મનોજ' ઉપાસક લાગે છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111753455

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now