નાળ ન તપાસો તમે આપેલા આઘાત પછી,
અંતિમ ક્ષણો હતી, ઉઠ્યા નહિ રાત પછી.

ક્ષણે ક્ષણે ચમન સુકાતો ગયો મારા દિલનો,
તમે અંતે આપેલ આંસુઓની સૌગાત પછી.

ગણતરી ન કરી શક્યા અમે આપેલ ઘાવ ની,
દિલને આદત થઈ, લાગ્યા ઘા છ સાત પછી.

હતો પ્રેમ અનહદ ત્યાં પ્રસરી ગઈ છે નફરત,
તે અરમાનો ડૂબ્યા કિનારે, શુ કરું વાત પછી.

ન કળી શકી દુનિયા મારી આંખોની લાલીને,
લાલ નશાની થઈ કે થઈ તે અશ્રુપાત પછી.

ક્યાં ચોઘડિયામાં બે માંથી ચાર થઈ આંખો,
ભાનમાં જ ન રહી એ દિવસ અને રાત પછી.

ખુશીના ખ્વાબોને હું ત્યાં જ છોડીને આવ્યો,
સ્મિત સમાવી કરેલ, અંતિમ મુલાકાત પછી.

ચાંદનીને ગળી ગઈ એક અન્નડ કાળી વાદળી,
મહોબતની રોશની જ ન મળી એ રાત પછી.

મનોજને પછી ફાવી ગયું લખતા અંગાર પર,
એક રાતે થયેલા દિલ મહીં રક્તપાત પછી.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111753438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now