કોણ જાણે કેમ

કોણ જાણે કેમ આજે આમ થયું હશે,
હસ્તું મુખડું કાયમ તેનું,
જાણે આજે કેમ રોયું હશે.

હોય કંઈ વાત એમ તો એ કહે મને,
પણ આજે વાત ન કહેવાનું,
એવું તો શું કારણ થયું હશે.
કાયમ હસતું મુખડું આજે કેમ રોયુ હશે.

એ હર પલ હસતું મુખડું એમનું,
આજે કેમ ગમગીન થયું હશે,
કાયમ હસતું મુખડું આજે કેમ રોયુ હશે.

કોણ જાણે કેમ "સ્વયમભુ" લીલું પાન આજે મૂર્જાયું હશે,
કાયમ રેહતું જે લીલું એ આજે કેમ સુકાણું હશે.
કાયમ હસતું મુખડું આજે કેમ રોયું હશે.

"સ્વયમભુ"
અશ્વિન રાઠોડ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111751599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now