સમયનો સથવારો ઝંખી આજે,
ન ભાળ્યું સમય સથવારે,

લાગ્યુ ઘણું સમય કાળે,
પણ સમયને સમય ન સમજ્યો ‌સમય‌ કાળે,
એટલે સમયનો ‌સથવારો ઝંખું આજે,

વાત ઘણી કહી તે ‌કાળે,
અલગ અલગ રુપે કળાએ,
પણ જ્યારે સમયને પામ્યો ‌અણીએ માથે,

ખોવાઇ ગયું હતું ઘણું સમય સાથે,
જે પહેલા જ ભાસ્યુ હતું રાત્રિ સ્વપ્ન સહારે,

ડર હતો સ્વપ્ન સત્યનો ‌રોજ સવારે,
પણ તે થતું દિન સાથે,

ખોવાઇ જશે શબ્દો સાથે,
એ જ ભય હતો એક હદય માથે,

પથરાયા શબ્દો દરિયામાં તે દિને,
પણ સમય ચાલ્યો ગયો હતો ગતિ સાથે,

કહી પણ સમજાવી ન શક્યો તે દિને
કારણ સમય જો ગયો હતો ગતિ સાથે,

ન રાચે એક પણ પળ દિને,
કારણ સમય સાથે ઘણું ઝંખું હું આજે....
ઘણું ઝંખું હું આજે.....



રવિ લખતરિયા

Gujarati Poem by Ravi Lakhtariya : 111750567

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now