*દફ્તરના ખૂણાઓમા સંતાએલી મારી વાસ્તવીકતા પડી છે.*

*છેલ્લી પાટલીએ હજીયે ભોળી ભોળી મિત્રતા પડી છે.*

*ટેબલ પર, બેજીજક ધોઈ નાખતા શિક્ષકોની સત્તા પડી છે.*

*લૉબીમા અંગુઠા પકડીને થાકી ગયેલી મારી સફળતા પડી છે.*

*મેદાનના એ લીંબડા નીચે મારી કેટલીય અધૂરી વાત પડી છે.*

*લખવામા ભૂલ પડી છે, ખોટુ બોલવાની આદત પડી છે,*

*ભઈબંધના ખભે હાથ મૂકવાની ખબર પડી છે,*

*મારા ઘરે પહોચેલી ફરીયાદ પડી છે,*

*જેમાથી શીખ્યો છુ એ નિષ્ફળતા પડી છે,*

*મારી ઈમારતની ઈંટ ઈંટમા અને વાતાવરણના ઈંચ ઈંચમા મારી સાચી ક્ષમતા પડી છે.*

*એનો દરવાજો ઓળંગીને ઘણુ આગળ નીકળી ગયા પછી સમજાય છે, હુ માણી શકુ એ જિંદગી તો સ્કૂલમા પડી છે.*

Gujarati Blog by Minal Gosalia Shah : 111750445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now