યાદ કર કે તું બાદ કર;
થૈ શકે તો આબાદ કર;

વાદ કર કે વિવાદ કર;
પણ તું હવે સંવાદ કર;

દૂર હો ભલે ગમે તેટલા,
દૂરથી સહી તું નાદ કર;

હોય પ્રેમનો એકરાર તો,
કહેવામાં ના પ્રમાદ કર;

સ્નેહ વાદળ ઘેરાયાં છે,
સાથે થોડો મેઘનાદ કર;

ભીંજાવા પણ છું તૈયાર,
"વ્યોમ"થી વરસાદ કર;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111749530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now