ઢૂંઢૂં સાચી લોકશાહીને ,
સત્ય પૂર્ણ પ્રજાતંત્રને ,
ચોમેર
વિશ્વમાં, વ્યર્થમાં .
છે વ્યાપ્ત સર્વત્ર , તંત્ર જ
હાકેમશાહીના શાસનમાં.
નજરે ચડે ના સેવકજન કોઈ ય ક્ષેત્રમાં ,
છે અંધેર સર્વત્ર લૂંટાલૂંટના માહોલમાં ,
નિજ હિતના ઝનૂનમાં.
છે ના , અને છે ભાવિ સુખદ કોઈ
લોકશાહીનું ,વિશ્વભરમાં.
નથી જ સંભવ કોઈ સાચે
દેશ કોઈ ય બને
પ્રજા કલ્યાણરાજ્ય
સ્વપ્ને ય , વાસ્તવમાં.

- રંતિદેવ વિ . ત્રિવેદી ' રવિ '

Gujarati Questions by Umakant : 111749290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now