માફી માંગવાની શરૂઆત હું કરું મિચ્છામિ દુક્કડમ્;
આ દિલ ખોલીને રજૂઆત હું કરું મિચ્છામિ દુક્કડમ્;

માફી આપીને તમે પણ કરી શકો છો વાતનો આરંભ,
છતાંય ચાલો પહેલાં વાત હું કરું મિચ્છામિ દુક્કડમ્;

જાણે કે અજાણે જો દુભાવ્યું હોય મેં તમારૂ દિલ,
નતમસ્તક થઈને હાથ હું જોડું મિચ્છામિ દુક્કડમ્;

મોટું મન રાખી મને આપો ક્ષમાનો તમે ઉપહાર મિત્રો,
"વ્યોમ" ની તમને સોગાત હું ધરું મિચ્છામિ દુક્કડમ્;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111749093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now