હવે સૂઈ જવાનું.
આખા દિવસનો નહીં લાગેલો થાક
પથારી દેવાનો પથારી પર
પથારી પણ એવી જ
થાક્યા વિનાની
કર્યાં કરીએ છીએ વાતો
અમે બેય
પથારી કહે છે,
આળોટીને
ફીંદી ન શકે તુૃં મને?
મારી સપાટીને?
હું એ જ કહું છું જે
તને કહેત, તુૃં હોત તો,
કે...
ચોળીને ઠારી ન શકે તુૃં મને !
મારી માટીને !
ભેંકાર શૂન્યતા ઘેરી વળે એ પહેલાં
પડખાં ફરી જઈએ છીએ
અમે બેય
પથારી ભીંજાતી રહે છે
ને હું,
બચાવવા મથું છું એને
ઊંધા હાથે પીઠ પસવારી
સૂવાડી દઉં છું એને
એ સૂઈ જાય
પછી બહુ વાંધો નથી આવતો
પછી એ ભીંજાય તોય
જાણી નથી શકતી
મેં ઠાલવેલી ભીનાશ
ઓહ !
કેટલી સરસ
નિરાંત...!

@અનુ_મિતા

Gujarati Good Night by Yaad Hamesha : 111748858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now