જ્યારે વરસાદની હલકી છાંટક લાગી જાય છે;
ત્યારે તન મન એક નાનું બાળક બની જાય છે;

વરસાદની ઋતુ પણ જો કેટલી છે મસ્તી ભરી,
નાના મોટા દરેક હૈયામાં ટાઢક વળી જાય છે;

મળ્યાં જે બે હૈયાં એ મોજથી ભીંજાય, પણ
વિરહ સહેતાં હૈયા માટે મારક બની જાય છે;

વર્ષા રાણી સંગાથે ચોમેર લહેરાય હરીયાળી,
પશુ-પક્ષી, જગ તાત માટે તારક બની જાય છે;

હું તો તરસતો રહું છું સનમના દિદાર માટે, બસ
એક ઝલક કાજે "વ્યોમ" ચાતક બની જાય છે;

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111748572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now