દૂર બેઠો બેઠો કરે છે કલશોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

વાદળ ગરજે છે આભમાં,
વીજળી ચમકે છે સાથમાં.
વાતાવરણ પણ બન્યું ઘનઘોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

આવી છે રૂડી વરસાદની હેલી,
આજ ઋતે મને કરી હર્ષ ઘેલી,
કોઈ તો ગોતો મારા ચિતડાનો ચોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

ભીંજાઈ છે મારી ચુંદલડી,
ને આજ ભીંજાઈ છે ઘાઘરી,
સાથે ભીંજાઈ મારા કાપડાની કોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

આવે વાલમ તો ભરૂં હું બાથમાં,
જીવવું મરવું મારે એના સંગાથમાં,
વાલમ છે મારો દિન, રાત ને ભોર.
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

દૂર બેઠો બેઠો કરે છે કલશોર,
ક્યાં ગયો રે મારા મનડાનો મોર?

...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111747771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now