#Happyjanmastami


શમણાં ઓ તો મેં પણ સુવર્ણ જોયા હતા
ત્યાં જ મોત ના ઓથારે જન્મવાનું નસીબ થયું...!!

વિધિ ના વિધાન સાથે તો હું પણ સહમત થયો
ત્યાં જ સફર અવિચળ ભાગ્યે લખાતી જ ગઈ...!!

શું જનેતાઓ નો પ્રેમ હોય હું તો જન્મતા જ વહેંચાઇ ગયો
ને માં યશોદા ના રૂપ માં એક અખંડ મમત્વ મળતું ગયું ..!!

બાળપણ શું હોય એના કરતાં ખતરા ઓ જ જડતા ગયા
ને હું એમાં જ ક્યાંક સમય ને સતત સમજનાર ઉત્તમ બાળ બનતો ગયો..!!

કાન્હા ને હર કોઈ ઓળખતું ગયું એની મસ્તીખોર અદા માં
ત્યાં જ ક્યાંક યુવાની ને રાધા મળી ગઈ ખબર જ ન રહી..!

પ્રેમ ની દુનિયા માં પગલી માંડી આ રાધીકા ના કાન્હાએ
ત્યાંજ વિરહ ની દુનિયા સાવ મો ફાડી ને જ બેસી ગઈ..!!

વૃંદાવન ની કુંજગલી માં રાસલીલા કરતો કાનુડો
ક્યારે કંસવધ કરતો કૃષ્ણ બની ગયો ભાળ જ ન રહી..!

ક્યારેય અવરોધ ના દર્શાવતા સ્વભાવ માં
સમય એ કેટકેટલી વાતો નો સ્વીકાર કરાવતો ગયો ક્યાં ખબર રહી..!!

જરાસંઘ ની જાલિમ જંજટો એ તો સાવ રખડુ કર્યો તો
ને ક્યાંક એમાં જ રણમેદાન છોડતા રણછોડ બની ગયો..

રાધા ના નામે ચાલતા એક એક શ્વાસ સાથે ખબર પણ ના રહી
ને જ્યારે અષ્ટ પટરાણી ઓ નો પતિ બની ગયો તોય રાધામય જ રહેતો ગયો..!!

સ્વીકાર સિવાય બીજું કાંઈ આવડ્યું જ નહીં
ને આ કૃષ્ણ જાણે આર્યવાત નો સૌથી કપટી રાજા કહેવાયો પણ ક્યાં કોઈ ને ખબર મારા સત્યસ્તિત્વ ની..!

નફરત શું હતી એ કદાચ આ યશોદા ના કાન્હા ને ક્યાં આવડતું જ હતું
ને છતાંય આર્યવાત જાણે આખી જિંદગી કાનુડા ને નફરત થી જોતું ગયું...!!

ન જોયો રંગ ના રૂપ ને છતાંય હમેશા સ્વીકાર કરતો ગયો સહુ ને...
ને બસ એમજ કામણચોર ને કુલકપટી કહેવાતો ગયો..!!

મહાભારત ને હર કોઈ યાદ કરે નામ મુજ નું લઈ
પણ ગીતા ના ઉપદેશ ને બહુ જૂજ જાણી શક્યા..!!

કૃષ્ણ તરીકે જન્મી આ અવતાર નો માણહ બની જીવ્યો
ને છતાંય હર કોઈ બસ મને રાજકારણી જાણી અવગણતો ગયો...!!

અસ્વીકાર શું છે એ કૃષ્ણ ને આવડ્યું જ નહીં
ને છતાંય કૃષ્ણ ને પૂર્ણરૂપે કોઈ સ્વીકારી શક્યું નહિ..!!

હું કૃષ્ણ જિંદગી નો આવડો મોટો સફર ખેડી જયશ્રીકૃષ્ણ કહેવાયો.
ને છતાંય દુનિયા બસ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે કે નહીં એ જ વિશે વિચારતી રહી ગઈ...!!

હું માત્ર કૃષ્ણ છું દેવકી ના કોખે જન્મેલો ને યશોદા ના લાડે બગડેલો તો રાધા ના પ્રેમે રંગાયેલો ને રુક્મિણી ના જ્ઞાને ઉત્સાહિત થયેલ ને ક્યાંક દ્રૌપદી નો ઉત્તમ સખાભાવ નો સાક્ષી બનેલ ને ક્યાંક અર્જુન નો સારથી બની ઇતિહાસ નો ગવાહ બનેલ ને છતાંય જિંદગી ની કેટલીય ક્ષણો ને બસ એકાંત કે એકલતા ની સાથે જીવેલ હર વાત ને સ્વીકારતો હું માત્ર કૃષ્ણ છું.


-dr.hina modha.

Gujarati Blog by Hina Modha : 111746128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now