સુકવી હતી જે ડાળ પર એણે ઓઢણી
એ લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

જે ચોકમાં ખોવાઈ હતી એની ઝાંઝરી
એ ચોકની રેત રૂપેરી થઈ ગઈ

ખુલ્લા વાળ બાંધ્યા એણે,ને હવા રીસાણી
જડતા એ જ પાંદડાની કહાની થઈ ગઈ

નીકળ્યા જ્યાં ઝરૂખે એ,મુજને આવજો કહેવા,
રાત અંધારી હતી એય પુનમની થઈ ગઈ

આવા તો કંઈ કેટલાય કિસ્સા છે એની કયામતના,
જરા સ્મિત જ્યાં વેર્યું ને જીંદગી ગુલઝાર થઈ ગઈ.

- નિર્મિત ઠક્કર

Gujarati Poem by Nirmit Thakkar : 111745488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now